Menu Close

વૅકેશન માણવાનું એક ભાવભીનું આમંત્રણ – #Spend Your Summer In Georgia

( **This article was originally published here. This is its Gujarati translation. All the Rights Reserved to ThroughTheNews website  )

એક રશિયન કહેવત છે કે  " દરેક કાળા વાદળ ની પાછળ એક સોનેરી કિરણ હોય છે."

By Ssolbergj & creator of source map. - Own work + Image:Caucasus-ethnic en.svg. Image renamed from Image:Georgia, Ossetia, Russia and Abkhazia.svg, CC BY-SA 3.0, Link

જયારે રશિયન રાષ્ટ્ર્પતિ વ્લાદિમીર પુતિન એ પોતાનો ઈરાદો જાહેર કર્યો કે હવે પછી જ્યોર્જિયા તરફની સીધી જ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવશે અને જ્યોર્જિયા ની મુલાકતે ગયેલા રશિયન પ્રવાસીઓને જુલાઈ ના મધ્યભાગ સુધી માં પાછા બોલાવી લેવામાં આવશે ત્યારે આવું જ એક  ઘેરુ વાદળ Tbilisi , Georgia પર ભમવા લાગ્યું . ( આ સંદર્ભે વધુ વાંચવા માટે અહીં અને અહીં ક્લિક કરો )

આના લીધે શરૂઆત માં જ્યોર્જિયા ના લોકો માં ગભરાટ ઉભો થયો. રશિયન પ્રવાસીઓ વડે જ્યોર્જિયા ના સ્થાનિક લોકો ને થતી આવક હવે પછી બંધ થી જશે એ ડર ફેલાઈ ગયો.

જ્યોર્જિયન નેશનલ ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન (GNTA ) પ્રમાણે 2018 માં 14,04,757 રશિયન પ્રવાસીઓએ જ્યોર્જિયા ની મુલાકાત લીઘી. આમ રશિયન પ્રવાસીઓની સંખ્યા અઝરબૈજાનના પ્રવાસીઓ પછી બીજા નંબર પર છે. તમને કરેલો ખર્ચ અંદાજિત 1.8 બિલિયન જ્યોર્જિયન લારી (GEL ) છે. જો કે એ વાતની ખાસ નોંધ લેવામાં આવે કે તેઓ મિડલ ઇસ્ટ અને યુરોપિયન યુનિયન ના પ્રવાસીઓ કરતા અંદાજિત બે ગણી ઓછી રકમ ખર્ચે છે.

Tbilisi,Georgia (courtesy : Pixabay)

2019 ના શરૂઆત ના ગાળામાં ઘણા બધા રશિયન ટુરિસ્ટો જ્યોર્જિયા આવ્યા। ( લગભગ 5,39,432 પ્રવાસીઓ, એ પણ શરૂઆતના પાંચ જ મહિનામાં)

પણ પછી પુતિન ના પ્રતિબંધ ના નિર્ણય ને લીધે અચાનક જ જ્યોર્જિયા ના પર્યટન ઉદ્યોગ ને મોટો ફટકો પડ્યો. હવે જ્યોર્જિયાના દરિયાકિનારે આવેલા ઘણાં નાના નાના ગૅસ્ટહાઉસ તેમના અગાઉથી થયેલા બુકીંગ્સ કેન્સલ થવાની ભીતિ સેવી રહ્યા છે.

આ પ્રવાસન ઉદ્યોગ પરનું વાદળ વધારે ઘેરાવાનું શરૂ થયું તે વખતે જયારે અર્થશાસ્ત્રીઓએ આ આંકડો 900 મિલિયન જ્યોર્જિયન લારી થવાની આગાહી કરી. પરંતુ ત્યાર પછી , સોનેરી કિરણ દેખાવાનું શરૂ થયું – જયારે આ પહેલો આઘાત સરી ગયા પછી જ્યોર્જિયા એ વિશ્વના બીજા દેશો તરફ એની દ્રષ્ટિ કરી. કેટલાક ઉત્સાહી યુવાનોએ વિચાર્યું કે જો પુતિને લગાવેલો પ્રતિબંધ ઉત્તર તરફ નો એક દરવાજો બંધ કરે છે તો આપણે બીજી હાજર દિશાઓથી નવા દરવાજા ખોલીશું. તો કેમ નહિ બીજા દેશોના પ્રવાસીઓને જ્યોર્જિયા આવવાનું આમંત્રણ આપવામાં આવે અને દેશને એક પ્રવાસ માટેના એક પ્રખ્યાત ડેસ્ટિનેશન તરીકે આગળ વધારવામાં આવે ???

અને આ રીતે #SpendYourSummerInGeorgia  કેમપેઇન ની શરૂઆત થઈ.

કોઈક વ્યક્તિની ફેસબુક પ્રૉફાઇલ પરનો આ મૅસેજ જોતજોતામાં વાઇરલ થઈ ગયો.

courtesy : ThroughTheNews.com

“તે એકદમ અચાનક જ થઈ ગયું" આ જણાવે છે મૅરી, જે આ કેમપેઇનના ઓર્ગનાઈઝર માંની એક છે. “મેં ફેસબુક પર આ પોસ્ટ મૂકી ને મારા મિત્રો ને કહ્યું કે તેઓ જ્યોર્જિયાને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રૅકમન્ડ કરે. અને પછી એકદમ જ એવું બન્યું કે જેની કલ્પના પણ નહોતી કરી. – એક પછી એક લોકો આગળ આવવા લાગ્યા અને મદદ કરવા તૈયારી બતાવી."

ફેસબુક ના પબ્લિક ગ્રુપ “ Spend Your Summer In Georgia " માં અત્યાર સુધી 2,45,949 મેમ્બર્સ થઈ ગયા છે. અહીં અગાઉ જ્યોર્જિયા ની મુલાકાત લીધેલા લોકો પોતાની યાદગાર મોમેન્ટ્સ આ ગ્રુપ પર શેર કરે છે ; જયારે સ્થાનિકો ફ્રી રાઈડ, ટુર ગાઈડ સર્વિસ અને પોતપોતાના ઘર મુલાકાતીઓ માટે વિનામૂલ્યે આપવાની તૈયારી બતાવી રહ્યા છે.

courtesy : ThroughTheNews.com

" આઈ ફાઉન્ડ માય લવ ઈન જ્યોર્જિયા " તમે આવી પોસ્ટ્સ આ ગ્રુપ માં વાંચશો જ્યાં લોકો પોતાના વેડિંગ ફોટોસ અને જ્યોર્જિયા માં વિતાવેલી રોમેન્ટિક ક્ષણો શેર કરે છે.

“આઈ લવ યુ જ્યોર્જિયા ! થેન્ક યુ ફોર જ્યૉર્જ " એ મારી ફેવરિટ પોસ્ટ છે. આ પૉસ્ટ માં એક પ્રેગ્નન્ટ લેડી પોતાના ઉપસેલા પેટ સાથેનો ફોટો શેર કરે છે. ચોક્કસપણે તે બાળક નું નામ આ લેડી એ જ્યોર્જિયા પરથી પાડ્યું છે.

“I am Ukrainian and I loved Georgia so much, I learnt how to make Khinkali" ( હું યુક્રેન નો છું અને મેં ખીંખાલી (એક જ્યોર્જિયન વાનગી ) બનવાનું શીખ્યું ) –  ખીંખાલી હંમેશા એક જ્યોર્જિયન ના હૃદય સુધી પહોંચવાનો માર્ગ છે.

courtesy : ThroughTheNews.com

પણ આવા બધા પોઝિટિવ ફીડવેક ની વચ્ચે , એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેનાથી સ્થાનિકો રોષે ભરાયા છે. ઘણાંબધાં રશિયન ટુરિસ્ટો આ મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે :

" હું રશિયન છું અને મારું હૃદય જ્યોર્જિયા એ કબજે કરી લીધું છે."

ખરેખર માં ઓરીજીનલ સ્લોગન આવું છે

" હું જ્યોર્જિયન છું અને મારા દેશ નો 20% ભાગ રશિયા એ કબજે કરી લીધો છે. " ( રશિયા એ 2008 ના ઑગસ્ટ મહિનામાં જ્યોર્જિયા પર આક્રમણ કરી ને તેના અબખાઝીયા અને નોર્થ ઓસિટીયા પ્રાંત પડાવી લીધા હતા. ત્યારબાદ આ સ્લોગન પ્રચલિત છે.)

courtesy : ThroughTheNews.com

courtesy : ThroughTheNews.com

જો કે રશિયન પ્રોપેગેન્ડા જ્યોર્જિયા ને એક ડેન્જરસ ડેસ્ટિનેશન તરીકે પ્રચારિત કરવાનો છે. ( એ હદ સુધી કે જ્યોર્જિયા ની “એક મિત્ર રાષ્ટ્ર " તરીકેની ઇમેજ ને બદલે તેને “એક એવો ખતરનાક દેશ કે જેનું કોઈ આર્થિક કે રાજકીય મહત્ત્વ નથી" તરીકે પ્રચારિત કરી રહ્યા છે. )

આ તરફ જ્યોર્જિયા ના લોકો આ “સૉફ્ટ પાવર " ના ઉપયોગથી દેશને વિશ્વ પ્રવાસન ઉદ્યોગ ના નકશા પર મુકવા પુરજોર થી પ્રયત્ન કરી રહ્યા છે. અને એ ખરેખર યોગ્ય છે.

આ દેશ કે જે મંત્રમુગ્ધ કરી દે એવા પર્વતો અને કુદરતી દ્રશ્યોથી સમૃદ્ધ છે તે ચોક્કસપણે પર્યટન માટેની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવવું જ જોઈએ.

** Image Courtesy : Matthew Travels

પણ ફક્ત ઉત્સાહ જ વધ્યો છે એવું નથી.- એક રિપોર્ટ પ્રમાણે , નૉન-રશિયન પ્રવાસીઓનો ધસારો બધા જ નુકશાન ને સરભર કરી દેશે, કારણકે આ વાઇરલ કેમપેઇન જ્યોર્જિયા ને તેના પ્રવાસીઓની સંખ્યામાં 10% નો વધારો કરી આપશે એમ મનાઈ રહ્યું છે.

અને આવું વાઇરલ કેમપેઇન એ પહેલીવાર નું નથી, એક તરફ રાજકીય રીતે વિભાજિત જ્યોર્જિયન લોકો આશ્ચર્યજનક રીતે ઑનલાઇન કેમપેઇન વખતે સરળતાથી સંગઠિત થઇ જાય છે.

ઝાઝા પાચુલીઆ ને ઑલ-સ્ટાર ગેમમાં એન્ટ્રી અપાવવાનો પ્રયત્ન આનું ઉદાહરણ છે. #NBAvoteZazaPachulia કેમપેઇન એ ઈન્ટરનેટ પર ખુબ જ તહેલકો મચાવેલો અને કેટલાક રમુજી પ્રતિભાવો પણ જન્માવ્યા .

courtesy : ThroughTheNews.com

courtesy : ThroughTheNews.com

હવે એ જોવાનું રહે છે કે આ કેમપેઇન ભવિષ્યમાં કેવી રીતે આગળ વધે છે. તાપમાન વધી રહ્યું છે અને જ્યોર્જિયન લોકો કાળા-સમુદ્ર ના કાંઠાના વિસ્તારોમાં વૅકેશન માણવા જઈ રહ્યા છે. જ્યોર્જિયા ના મહિલા રાષ્ટ્રપતિ સાલોમે ઝુરાબિશવિલી  પ્રવાસીઓને આવકારી રહ્યા છે.

રાજકીય અને વૈચારિક મતભેદોને બાજુ પર મૂકીને સમગ્ર જ્યોર્જિયા તમને એકસ્વર માં આવકારી રહ્યું છે. –

Irina Matchavariani
Author
Irina Matchavariani has recently graduated from the Faculty of International Relations and Middle Eastern Studies. She has previously worked with USAID Georgia and the Friedrich Ebert Foundation in South Caucasus. She is also a co-translator of a cookbook “Meskhuri Tabla” funded and published by the USAID Zrda Activity in Georgia. Irina has a passion for languages, and, as you could probably guess, is interested in all things Middle East and North Africa. She has already traveled to several of her dream destinations, including an exchange program in Morocco, that she describes as a “turning point” in her life. Irina is always open to new exploration opportunities and sees them as a major influence on her writing.

** We also recommend this facebook page to you for regular posts about Georgia

** This article is designed by

Visiting Georgia
We are an informational website aimed at making Georgia accessible
Mariam Bughadze
Mariam is a violinist and a miniature artist from Georgia.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *