Menu Close

Blog

મેડિટેશન

meditation blog at Mariam Bughadze Violinist website

This is the Gujarati version of Meditation Blog. You can read the original article HERE .

જયારે તમે મેડિટેશન શબ્દ સાંભળો છો ત્યારે તમારા મન માં તરત જ એક ચિત્ર ઉભું થાય છે જેમાં એક વ્યક્તિ પદ્માસન ની મુદ્રા માં બેઠી છે અને આંખો બંધ કરીને લયબદ્ધ રીતે શ્વાસ લઇ રહી છે.

લોકો સામાન્ય રીતે મેડિટેશન ને યોગ સાથે સરખાવે છે. યોગ ખરેખર એક સંસ્કૃત શબ્દ છે. જયારે મેડિટેશન શબ્દ ની વ્યુત્પત્તિ પશ્ચિમ ના દેશો માં થઈ છે.

યોગ એટલે જોડાણ. પરમતત્ત્વ સાથે તમારી અંદર રહેલી ચેતના નું જોડાણ એ યોગ છે.

તેનાથી વિપરિત, મેડિટેશન તમારા પોતાના અસ્તિત્વ માં ઊંડા ઉતરવા ની પ્રક્રિયા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે પોતાની જાત સાથેની એક મુલાકત છે.

તમે એને કોઈ વસ્તુ પરથી ધૂળ ખંખેરવાની ક્રિયા સાથે સરખાવી શકો છો. મેડિટેશન વડે તમે તમારા હૃદય માં દબાવી રાખેલી લાગણીઓ જેવી કે ગુસ્સો, પીડા, હતાશા ને જાણો છો અને એનો સ્વીકાર કરો છો. મનોવૈજ્ઞાનિક રીતે આનાથી હીલિંગ ની પ્રક્રિયા ઝડપી બને છે.

courtesy : PIXABAY

જે મહત્ત્વ શરીર માટે સ્નાન નું છે તેવું જ મહત્ત્વ મેડિટેશન નું તમારા મન માટે છે. આત્મા અને શરીર ની નિયમિત સફાઈ એક હેલ્ધી અને એકટીવ લાઈફ માટે જરૂરી છે.

પહેલાના સમય માં લોકો મેડિટેશન ની ટેક્નિક થી અજાણ હતાં , તેમ છતાં તેઓ આજના જમાના ના લોકો ની સરખામણીએ એકદમ તણાવ-મુક્ત જીવન જીવતા હતા . આનું મુખ્ય કારણ એ છે કે મેડિટેશન એ એમના જીવન માં જ આત્મસાત થઈ ગયું હતું, એ કોઈ અલગ એક્ટિવિટી ન હતી એમને માટે. કુવામાંથી પાણી ખેંચવું, ચિત્રકામ કરવું કે પછી જમીન ખેડવી….. આવી બધી જ રોજિંદા જીવન ની ક્રિયાઓ એમને માટે મેડિટેશન જ હતી. તેઓ તેમની આવી ક્રિયાઓમાં એટલા મશગુલ રહેતા કે હતાશા અને ડિપ્રેશન જેવા બીજા નકારાત્મક વિચારો એમને પરેશાન નહોતા કરી શકતા.

સાયન્સ અને ટેક્નોલોજી ના વિકાસ સાથે આપણું જીવન આજે ઘણું જ સરળ બની ગયું છે. જોકે હજુ પણ આપણે એક એવા તબક્કા માં છીએ જયાં સ્ટ્રેસ-ફ્રી લાઇફસ્ટાઇલ એક સપનું જ છે. આને કારણે આપણે એવા રસ્તાઓ શોધ્યા છે કે જેથી આપણે સ્ટ્રેસ ને ભૂલી શકીએ , નહીં કે એને ઓછો કરીએ.

આને માટે કેટલાક લોકો આલ્કોહોલ નો સહારો લે છે તો કેટલાક લોકો નશાકારક ડ્રગ્સ તરફ વળે છે. તો કેટલાક લોકો એવી નુકશાનકારક પ્રવૃત્તિઓ તરફ વળે છે જે શારીરિક અને આર્થિક રીતે પણ નુકશાનકારક હોય છે.

સ્ટ્રેસ-ફ્રી થવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે સ્ટ્રેસ ખરેખર છે શું ?

સ્ટ્રેસ એક પેરિફેરલ (peripheral ) ઘટના છે, જે ફક્ત સપાટી પર રહેલી છે. માણસ નો આત્મા એ આનંદપ્રિય અને પ્રેમાળ જ હોય છે. સ્ટ્રેસ એ એક જાતનો બિનજરૂરી સમાન છે અને જે આપણે પોતે જ આપણી જાણ બહાર વધુ ને વધુ ભેગો કરતા રહીએ છીએ.

courtesy : Pixabay

આ બિનજરૂરી સમાન જ આપણને આપણી અંદર રહેલા આંતરિક-સત્ત્વ ને જોવામાં અવરોધ ઉભો કરે છે, જે વાસ્તવ માં આપણી અંદર રહેલો આનંદપ્રિય અને શાંતિમય ભાગ છે.

આપણે હંમેશા સ્ટ્રેસ ની સાથે લડાઈ કર્યા કરીએ છે, ક્યારેક આપણે એને દબાવી દઈએ છીએ તો ક્યારેક આપણે એમ કરવામાં નિષ્ફ્ળ જઈએ છીએ. પરંતુ સ્ટ્રેસ હંમેશા આપણી અંદર આપણો જ ભાગ બની ને પડેલો રહે છે.

મેડિટેશન એ તમારા આંતરિક-તત્ત્વ સાથે મળવા માટે આ પેરિફેરલ સ્ટ્રેસ ને બાયપાસ કરવા માટેનો એક માર્ગ છે. આપણે સ્ટ્રેસ ને પાવરફુલ બનાવીએ છીએ જયારે આપણે એની સાથે સીધા જ યુદ્ધ માં ઉતરીએ છે અને પછી સ્ટ્રેસ આપણને જ કન્ટ્રોલ કરે છે. મેડિટેશન દ્વારા આપણે સ્ટ્રેસ ને બાયપાસ કરીને સીધો જ આપણા અંતરમન સાથે સંપર્ક સાધવા પ્રયત્ન કરીએ છીએ.

મેડિટેશન જુદી જુદી રીતે થઈ શકે છે. દરેક વ્યક્તિ તેની પોતાની રીતે મેડિટેશન કરી શકે છે.

“ ANYTHING CAN BE A MEDITATION”

મેડિટેશન વડે આપણું ફક્ત એક જ લક્ષ્ય હોય છે : અવેરનેસ ( awareness )

અવેરનેસ આપણી અંદર રહેલા પરમતત્ત્વ ની.

વિપશ્યના મેડિટેશન એક પ્રચલિત ટેક્નિક છે મેડિટેશન માટેની. એમાં વ્યક્તિએ ઘટનાઓ ને વસ્તુઓ નું ફક્ત અવલોકન કરવાનું હોય છે. આપણે બસ સાક્ષીભાવ થી આસપાસ ની ઘટનાઓને નિહાળવાની જ હોય છે. આ ટેક્નિક વડે તમે ક્રિયા તો કરો છો પણ એનો ભાગ બનતા નથી. સરળ રીતે કહીએ તો આપણે ચાલી રહ્યા હોઈએ ત્યારે આપણે આપણા પોતાના ચાલવા ની ક્રિયા ને ફક્ત નિહાળીએ જ છીએ , આપણું શરીર ચાલી રહ્યું છે પણ આપણે આ સમગ્ર પ્રક્રિયા ને માત્ર દર્શક ની જેમ બસ નિહાળીએ જ છીએ. તેવી જ રીતે સ્વિમિંગ કરવું, કસરત કરવી કે પછી ચિત્રકામ કરવું. આ બધી જ ક્રિયાઓ વિપશ્યન મેડિટેશન ની પદ્ધતિ થી કરવામાં આવે તો એ એક જાતનું મેડિટેશન જ બની જાય છે.

courtesy : PIXABAY

બીજી એક ઉપયોગી પદ્ધતિ છે આપણા પોતાના શ્વાસોચ્છ્વાસ નું અવલોકન કરવું. શ્વાસ એ એક પ્રાણદાયક શક્તિ છે. જયારે તમે શ્વાસ લો છો ત્યારે તમે આ ઊર્જા ને ગ્રહણ કરો છો. શ્વાસ લીધા પછી તેને થોડા સમય માટે તમારા શરીર માં રોકી રાખો , ને તમે અવલોકન કરો એ શ્વાસની તમારા નાક વાટે ફેફસા સુધી જવાની ક્રિયાનું. શ્વાસોચ્છ્વાસ એ એક ચમત્કારિક ઘટના છે જે દરરોજ અવિરતપણે આપણા શરીર માં થયા કરે છે , તમે ફક્ત થોડી મિનિટો માટે જો આ પ્રક્રિયા નું અવલોકન કર્યા કરશો તો પણ તમે એક રીતે રિલેક્શેસન અનુભવશો.

શ્વાસ અને ઉચ્છવાસ નું અવલોકન કરવાની આ ક્રિયાથી તમે વર્તમાન ની ક્ષણ ને અનુભવો છો. ને આ રીતના મેડિટેશન વડે વર્તમાન માં જીવવાની કળા આત્મસાત કરી શકાય છે.

મેડિટેશન કરવાની આ પ્રક્રિયા ની શરૂઆત ના સમય માં જો યોગ્ય માર્ગદર્શન મળે તો મેડિટેશન વધુ અસરકારક રીતે થઈ શકે છ

Medit'Solutions એક એવી App છે કે જે તમને મેડિટેશન માટે વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રકર પૂરો પાડે છે. આ એપ તમે આજે જ ટ્રાય કરો..

meditsolution meditation app at Mariam Bughadze violinist website
Medit'Solutions
An application for telephones and tablettes to initiate and accompany people on the road to mindfulness

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમે આ App નું ટ્રાયલ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો.

Google Play

Apple Store

Follow the Facebook page of Medit'Solutions

** This article is prepared by

Visiting Georgia
We are an informational website aimed at making Georgia accessible
Mariam Bughadze
Mariam is a violinist and a miniature artist from Georgia.

Leave a Reply

Your email address will not be published.

Related Posts